ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો મામલો, શાર્પશૂટર નીકળ્યો કોરોના પોઝિટિવ

admin
1 Min Read

ભાજપના નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝાડફિયાની હત્યા કરવા અમદાવાદ આવેલા શાર્પશૂટરને ગઈકાલે ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો હતો. ત્યારે હવે તેમાં મહત્વના અપડેટ સામે આવ્યા છે. શાર્પશૂટર મોહંમદ ઈરફાનને પકડ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.

હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે અને તેના રિકવર થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. શાર્પ શૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ગુજરાત એટીએસના અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કઢાવવામાં આવશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ કરતા મંગળવારે મોડી રાત્રે અમદાવાદમાં ATSની ટીમે આરોપી મોહંમદ ઈરફાનને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન આરોપીએ એટીએસની ટીમ પર પણ ફાયરીંગ કર્યુ હતું.

એટીએસની ટીમે મોહંમદ ઈરફાનની ધરપકડ કર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવામાં આવ્યો હતો. જોકે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હવે અધિકારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શક્યતાના પગલે તેમનો પણ ટેસ્ટ કરાવવામાં આવશે. હાલ આરોપીને ક્વોરેન્ટાઈન કરી તેના રીકવર થયા બાદ આ મામલામાં આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Share This Article