અમરેલી-વાડિયામાં pgvcl ના સર્વિસ વાયરમા શોર્ટ સર્કીટ

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના વડીયામાં pgvcl ના સર્વિસ વાયરમા શોર્ટ સર્કીટ થવાની ઘટના સામે આવી છે. વડિયા
પોલીસ સ્ટેશન નજીક સર્વિસ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે વાયરો સળગી ઉઠ્યા હતા. વાડિયાના રવાળા
બાવળના રોડ સર્વિસ વાયરોમાં તીખારાઓ ઝર્યા હતા અને પરિણામે આગ ભભૂકી ઉઠી હતી. સર્વિસ વાયરોમાં
શોર્ટ સર્કિટથી આખા વડીયામાં અંધારપટ્ટ છવાયો હતો.

Short circuit in service wire of pgvcl in Amreli-Wadia

વિજળી ગુલ થતા વડિયા ગામમાં અંધારપટ્ટ
છવાયો હતો. ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થતા વડિયા વાસીઓ ઘર બહાર વીજળીની વાટે બેઠા
હતા. જોકે ભાગ્યે કોઈ જાનહાની ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો હતો. વડીયામાં અંધારપટ્ટ છવાઈ જતા
લોકોમાં નિરાશા જોવા મળી હતી. વડિયા વાસીઓ વીજળી રાણીની રાહ જોઈ અકળાયા હતા. pgvclની
ટીમો લાઈટ ચાલુ કરવા કામે વળગી હતી.

Share This Article