તો શું કોરોનાના સંકટના કારણે રદ્દ કરાશે અમદાવાદની જગન્નાથ યાત્રા?

admin
1 Min Read

કોરોનાના સંક્રમણના પગલે સુપ્રીમ કોર્ટે ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર રોક લગાવી છે. 23 જૂનના રોજ નીકળનારી ઓરિસ્સાની રથયાત્રાની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે તેના આયોજન પર સુપ્રિમ કોર્ટે બ્રેક લગાવી છે. ત્યારે હવે ગુજરાતમાં નીકળનાર રથયાત્રા પર પણ તેની અસર થઈ શકે છે.

રથયાત્રાને મંજૂરી ન આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, કોરોનાના સંકટને કારણે રથયાત્રાની મંજૂરી પર પ્રતિબંધ મૂકો. જો રથયાત્રાને મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ વધુ ફેલાશે અને સ્થિતિ વધુ વકરશે.

હાઈકોર્ટમાં કરાયેલા આ અરજી પર જલ્દીથી સુનાવણી કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદની રથયાત્રાને લઈ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ પણ કરી લેવામાં આવી છે. બુધવારે જ સરસપુર ખાતે ભગવાન જગન્નાથનું મામેરુ પણ યોજવામાં આવ્યુ હતું.

જોકે રાજ્યના ગૃહ મંત્રીએ પણ જગન્નાથ યાત્રાને લઈ હજી સુધી કોઈ નિર્ણય લીધો ન હોવાનું જણાવ્યુ હતું. અમદાવાદમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે તેવામાં સુપ્રીમ કોર્ટે પુરીની જગન્નાથ રથયાત્રા પર રોક લગાવી છે. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રા પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Share This Article