તો ટ્રમ્પને ભાડાના મકાનમાંથી સામાન સાથે બહાર કરી દેવાશે?

admin
2 Min Read

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી હારતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ 28 વર્ષ બાદ અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ બન્યા છે જે બીજા કાર્યકાળ માટે વ્હાઈટ હાઉસ પહોંચી શક્યા નહીં. આ પહેલા વર્ષ 1992માં એચડબ્લ્યુ બુશ બીજા કાર્યકાળ માટે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા. આમ તો અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે કોઈ રાષ્ટ્રપતિએ ચૂંટણી પરિણામનો અનાદર કર્યો હોય અને તેને માનવાની જગ્યાએ પોતાની મનમાની પર ઉતરી આવ્યા હોય. પરંતુ હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા બાદ પણ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી અને તેઓ વ્હાઈટ હાઉસ છોડવાની પણ ના પાડી રહ્યા છે.

જો બાઈડન હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ હશે. જોકે ટ્રમ્પે ચૂંટણીમાં વોટની ચોરીના આરોપો લગાવી વ્હાઈટ હાઉસ છોડવાની ના પાડી છે. ટ્રમ્પ જો પોતાના આ વલણ પર અડગ રહેશે તો સત્તા નહીં છોડે તો શું થશે આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં વ્હાઈટ હાઉસ સ્ટાફ 20 જાન્યુઆરીએ ટ્રમ્પના બધા સામાનને હાઉસમાંથી ફેંકી દેશે અને નવા રાષ્ટ્રપતિનો સામાન હાઉસમાં લઈ જશે.

વ્હાઇટ હાઉસ ખાલી ન કરી રહ્યા હોય તો તેમને ધરાર ખાલી કરાવવા માટે FBI, કે નેવી સીલ કે પછી સીઆઈએ જેવી એજન્સીને વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન છે ત્યાં મોકલવામાં આવે. તેમજ ટ્રમ્પના પગાર પર વ્હાઈટ હાઉસના ભાડા માટે કાપ જાન્યુઆરીમાં બંધ થઈ જશે. મહત્વનું છે કે, અમેરિકામાં અત્યાર સુધી રિવાજ મુજબ 20 જાન્યુઆરીના દિવસે નવા રાષ્ટ્ર પ્રમુખ પોતાની શપથ ગ્રહણ કરે છે.

Share This Article