ગુજરાતમાં દારુબંધી મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

admin
1 Min Read

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ અંગે નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. તેમણે આ માટે સોશિયલ મીડિયા પર પણ લોકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા.

ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધી જયંતિ નિમિત્તે દારુબંધી અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. જે દરમિયાન જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા કહ્યુ કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી. ગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. તેમણે શંકરસિંહ વાઘેલા પર પણ આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું કે, કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે.

Share This Article