તહેવારો ટાણે કેટલાક રાજ્યોમાં થઈ શકે છે કોરોનાનો વિસ્ફોટ

admin
2 Min Read

ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલો કોરોના વાયરસ આજે વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે તો લાખો લોકોના આ વાયરસના કારણે મોત નિપજ્યા છે. ભારતમાં પણ કોરોનાથી મોતનો આંકડો જ્યાં 1 લાખથી ઉપર પહોંચ્યો છે ત્યાં કુલ કેસ 63 લાખથી વધુ નોંધાઈ ચુક્યા છે.

ત્યારે આગામી સમયમાં ભારતમાં વિવિધ તહેવારો આવી રહ્યા છે તે જોતા કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે અને તહેવારો ટાણે કોરોનાનો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. દેશમાં અનલોક-5ની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, સ્વિમિંગ પુલને પણ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેને જોતા કોરોનાનો કહેર પણ વધી શકે છે.

તેમાંય ખાસ કરીને આગામી બે મહિનામાં દેશમાં દુર્ગા પુજા, છઠ, નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તેને જોતા કેટલાક રાજ્યોમાં આ તહેવારોની સીઝન દરમિયાન કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. તેમ છતાં ઈનડોર કે આઉટડોરમાં વધુ ભીડભાડ થતાં આ જીવલેણ વાયરસ વધુ જોખમ ઉભુ કરી શકે છે.

ખાસ કરીને તહેવારોની સીઝન દરમિયાન પણ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવા માટે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ દ્વારા જણાવાયુ છે. તેમણે જણાવ્યું કે, લોકોએ આગામી બે મહિના ખૂબ જ સાચવવાની જરુર છે. આ વર્ષે ધૈર્ય અને શાંતિ સાથે પસાર કરવુ પડશે.

Share This Article