અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્તગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાંહોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરઝરની આંબાવાડીમાં સિહણે અને તેના 3 સિંહબાળ સાથે ધામા નાખ્યા હતા.
આંબાના વૃક્ષ પર લુમ્બે જુમ્બે લટકતી કેરીઓનું રખોપુ કરવા સિંહ પરિવાર પહોંચ્યો હતો. કેરીની સિઝનમાં અગાઉ પણ આંબાનુંરખોપુ કરવા સિંહ પરિવાર પહોંચ્યો હતો. માતૃત્વ ધારણ કરેલી સિહણે પોતાના 3 સિંહબાળનેઆંબાવાડીમાં સ્તનપાન કરાવતી વખતે મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. સિંહણ અને તેના 3 સિંહબાળ સાથેનો નયનરમ્ય વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો.