સુરત- મહિધરપુરા હીરા બજારમાં પેમેન્ટ આપવા જતો યુવક લૂંટાયો

Subham Bhatt
1 Min Read

સુરતના મહિધરપુરા હીરા બજારમાં પેમેન્ટ આપવા જતા યુવકને ઘેરીને પાંચ અજાણ્યા ઈસમોએ રૂપિયા 4.65 લાખની બેગઝૂંટવી ફરાર થયા હોવાની ઘટના બાદ પોલીસ દોડતો થઈ હતી મહિધરપુરામાં વેપારીને પેમેન્ટ આપવા જતા યુવાનને ઘેરી 5અજાણ્યા રૂ.4.65 લાખ સાથેની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. એક અજાણ્યો અથડાયા બાદ પાછળ કોઈ બોલાવે છે તેવો આભાસ થતા યુવકે પાછળ જોયું ત્યારે આગળ ચાલતો યુવાક બેગ લઇ ફરાર થયો હતો.

Surat- A youth who was going to give payment in Mahidharpura diamond market was robbed

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાંથી મળેલમાહિતી અનુસાર, મૂળ ભરૂચના માંડવીનો વતની અને સુરતમાં રાંદેર રોડ નવયુગ કોલેજની સામે કોટીયાક નગરમાં રહેતો 22વર્ષીય સંજય મનુભાઈ વસાવા મહિધરપુરા હીરાબજાર જદાખાડી ક્રિષ્ણા બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા વેપારી નવીનભાઈસિદ્ધપરાને ત્યાં ગતસાંજે માલિક કેતનભાઈના કહ્યા પ્રમાણે રૂ.4,65,400 આપવા જઈ રહ્યો હતો. દરમિયાન જદાખાડીમેઇન રોડ ઇવા સેફ નામના સેફ વોલ્ટની સામે એક તરફથી 3 યુવાનો અને બીજી તરફથી 2 યુવાનોએ તેને ઘેરી લીધો હતો. એકયુવાન તેના ખભાના ભાગેથી બેગ ઝૂંટવી લોકો વચ્ચે ભીડમાં ભળી જઈ અન્ય સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. સંજયે કેતનભાઈને જાણ કર્યા બાદ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Share This Article