જુનાગઢ-વિસાવદરમાં હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે

Subham Bhatt
2 Min Read

જુનાગઢના વિસાવદર તાલુકાના દાદર ગામે રહેતાં દમ્પતી દ્વારા મેંદરડા ના યુવકને હનીટ્રેપમા ફસાવ્યા નો કિસ્સો સામેઆવ્યો છે, વિસાવદર પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડા ખાતે રહેત દિપક કાળુભાઇ ખુંટ નામના વ્યક્તિને સઁજનાસચિન નામના ફેસબુક આઈડી માંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા રિકવેસ્ટ સ્વીકારી ને ફેસબુક માધ્યમથી એક બીજા પરિચયમા આવેલ,ત્યારે આરોપી સઁજના દ્વારા દિપકને મેસેજ કરેલ કે તારીખ 13/14/અને 15તારીખે હૂ એકલીજ ઘરેછું અને તૂ દાદર આવીજાતેવો મેસેજ તેમજ ફોનમાં સઁજના દ્વારા વાત કરતા દિપક આરોપી સઁજના ધરે દાદર ગામે આવેછે,  ત્યારે સઁજના દ્વારાદિપકને રૂમમાં લઈ જઇ ને કોન્ડમ સાથે વિડ્યો તેમજ ફોટો પાડી ત્યારેજ સઁજના નો પતિ સચિન આવી જતા દિપકને માર મારેલ અને ફોટો તેમજ વિડ્યો વાયરલ કરવાની તેમજ બળાત્કાર ના કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ

Honeytrap case came up in Junagadh-Visavadar

ત્યારે અંતે રકજક કરીને દિપક પાસે દસ લાખ રૂપિયાની માંગ કરેલ ત્યારે આરોપી સચિન ના બાપા ગોવિંદભાઇ તેમજ સચિનના માતા દ્વારા પણસચિન તેમજ સઁજના ને મદદ કરેલ હોય અને ફરિયાદી દિપકને સચિન તેમજ સઁજના દ્વારા માર મારેલ હોય ત્યારે એન કેનપ્રકારે આરોપીની ચૂંગલમાંથી છૂટીને વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સઁજના તેનો પતિ સચિન તેમજ સચિનનાપપ્પા તેમજ સચિનની મમી વિરુદ્ધ ફરિયાદ કરેલ ત્યારે વિસાવદરના પીઆઈ એન.એ. શાહ દ્વારા ફરિયાદ ને ગમ્ભીર તાથીલઈને તુરંત પીઆઈ શાહ તેમજ વુમન પીએસ આઈ સુમરા તેમજ ટીમના કે.ડી મારૂ , અમીનભાઈ ચોવટ પો.કો. અમિતબાબરીયા પો.કો. પ્રફુલ ભેડા પો.કો. રાકેશ ડોબરીયા પોકો પ્રવીણવાળા દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરીનેગણતરીના કલાકોમાજ હની ટ્રેપના બંને આરોપી ને પકડી પાડેલ ત્યારે આરોપી ના કોવીડ ટેસ્ટ કરાવીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતા કેસની વધુ તપાસ વિસાવદર ના વુમન પી.એસ.આઈ સુમરા ચલાવી રહેલ છે

Share This Article