સુરત- અજાણ્યાને આશરો આપીને મુસીબતમાં મદદગાર બન્યા નિવૃત્ત પ્રોફેસર

Subham Bhatt
3 Min Read

અજાણ્યાને આશરો આપીને મુસીબતમાં મદદગાર બન્યા નિવૃત્ત પ્રોફેસર: આશરો આપ્યો એ દિવ્યાંગદીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ આવી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએલીધી મુલાકાત. જીવનમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કોઈ જરૂરિયાતમંદનેકરેલી નાની મદદ પણ મોટું પરિવર્તન લાવતી હોય છે. આજના આધુનિક જમાનામાં પારકા પરાયાથતા હોય છે, તેવા સમયે એક પ્રોફેસરે અજાણ્યા પિતાપુત્રીને પોતીકા બનાવી મુસીબતના સમયેઆશરો આપીને સાચા અર્થમાં માનવતાની મહેંક ફેલાવી છે. અજાણ્યાને આશરો આપીને મુસીબતમાંમદદગાર બનેલા નિવૃત્ત પ્રોફેસરે તેમના ઘરે આશરો આપ્યો એ દિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસીરાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ આવી ત્યારે સંવેદનાસભર કિસ્સા વિષે જાણ થતાં આજરોજસવારે આ દીકરીના ઘરે જઈને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રોત્સાહન પુરૂ પાડયુંહતું.બીના એવી બની કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતનીએવા જોરારામ દેવાસી પોતાની ૧૫ વર્ષીય દીકરી રિન્કુને રાજય સરકારના સ્પેશિયલ ખેલમહાકુંભની ૨૦૦ મીટર દોડની ફાઈનલ સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી તા.૧૪મી મે-૨૦૨૨ના રોજએસ.ટી.બસમાં સુરતથી અમદાવાદ જવા માટે એસ.ટી.બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે રિન્કુનેઉલટી થતા બાજુની સીટમાં બેસેલા નવીનભાઈ પટેલને બારી પાસે બેસવા દેવા વિનમ્રભાવે વિનંતીકરી. વાતમાંથી વાત નીકળી એટલે જોરારામે નવીનભાઈને અમદાવાદ ક્યારે પહોંચાય, ત્યાં રિક્ષા ભાડું કેટલુ થાય એવી પૂછપરછ કરી. નવીનભાઈએ કહ્યું કે, બસ રાત્રે ૧.૩૦ વાગે અમદાવાદપહોંચશે. દીકરી દિવ્યાંગતા ધરાવતી હોવાના કારણે જોરારામ ટેન્શનમાં આવી ગયા. ફરી પાછાપ્રશ્નો કરવા લાગ્યા કે, બસ સ્ટેશને સુવાય? અમે રાત્રે ગુજરાત યુનિવર્સિટી જતાં રહીએ તો ? ઓટોરિક્ષાવાળા બરાબર લઈ તો જાય ને? રીક્ષા મળી જાય રાત્રે? ફાઇનલ સ્પર્ધાના એક દિવસ અગાઉ જતબિયત બગડતા પિતાની ચિંતા વધી હતી, ત્યારે આવા પ્રશ્નો સાંભળીને નવીનભાઈએ ઘરે ફોન કરીને પત્નીને કાર લઈને સ્ટેશને લેવા માટે બોલાવ્યા.

Surat- Retired professor became a helper in trouble by giving shelter to strangers

આગ્રહ કરીને દીકરી રિન્કુ અને પિતાને લઈને અડધી રાત્રે પોતાના ઘરે લઈ ગયા, રાત્રિનિવાસ માટે રૂમ આપ્યો અને ચા-ભોજન કરાવ્યા,દીકરી સ્વસ્થ થઈ હોવાથી સવારે ગુજરાત યુનિ.ખાતે ખેલમહાકુંભની સ્પર્ધામાં પિતાપુત્રીને મૂકવાપણ ગયા. આ વાતની જાણ રાજ્યના રમતગમત અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને એકલેખમારફતે થતા તેઓએ આજરોજ દીકરી રિન્કુના ઘરે આવીને પિતા પુત્રી અને પ્રો.નવીનભાઈ પટેલનેશુભકામનાઓ પાઠવી હતી. પિતા જોરારામ વરાછા વિસ્તારની કમલપાર્ક સોસાયટીના એકએપાર્ટમેન્ટમાં બે રૂમના ફલેટમાં ભાડે રહે છે. તેમણે કહ્યું કે, મારી બે દીકરી અને એક દીકરો છે.દીકરીઓ ભણી-ગણીને આગળ વધે તે માટે તનતોડ મહેનત કરૂ છું. રિન્કુ મારી મોટી દીકરી છે.અમારા સમાજમાં બાળલગ્નનો રિવાજ હોવાથી નાની દીકરીના લગ્ન માટે તેમના મામાએ દબાણ કરતા તેઓ સાથે તમામ સંબધોનોS અંત આણ્યો છે. મારી દીકરીઓને ભણાવી ગણાવવાનો પ્રથમથી જ નિર્ધાર કર્યો છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતા તમામ પ્રયાસ કરતો રહીશ.

Share This Article