સુરત-વેપારીને ડુપ્લીકેટ હીરા પધરાવનાર ઠગ પકડાયો

Subham Bhatt
1 Min Read

સુરતના હીરા વેપારીને ડુપ્લીકેટ હીરા પધરાવનાર ઠગને એસઓજી પોલીસે ઝડપી પાડયો, વેપારી ને ડુપ્લીકેટ હીરા આપી 37હજાર પડાવ્યા હતા. વેડરોડમાં ઓફિસ રાખી હીરા વેપાર કરતા હીરા વેપારીને ઠગે ડુપ્લીકેટ હીરા પધરાવી 37 હજાર પડાવીલીધા હતા. એસઓજીએ ઠગને ઝડપી પાડ્યો હતો. કામરેજ રહેતા હીરા વેપારી જયસુખ કાકડીયા (34) વેડરોડમાં ઓફિસ ધરાવે છે.28 એપ્રિલની રાતે અઝીઝ શેખ આવી મારી પાસે 5 કેરેટના હીરા છે.

Surat trader caught with duplicate diamond

જેની કિંમત 50,000 છે એમ કહ્યું હતું.ભાવતાલ કર્યા બાદ છેવટે 37 હજારમાં લેવાનું નક્કી કયું હતું અને અજીતને 37 હજાર આપતા વિડીયો ઉતારી હીરા લીધા હતા.અજીત પૈસા લઈને નાસી ગયો હતો.હીરાની ખરાઈ કરવા કતારગામ ખાતે ઓફિસે ગયા હતા ત્યાં મશીન પર હીરા ચેક કરતાડુપ્લીકેટ નિકળ્યા હતા જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે એસ.ઓ.જી.એ બાતમીના આધારે અજીઝ ઉફે અજીત રહમબક્ષઅલી શેખ (22)ધંધો,રહે, સૈયદપુરા માછીવાડ)ને ઝડપી પાડ્યો હતો.

Share This Article