‘રાજાનો દીકરો રાજા નહિ બને, પરંતુ જે હકદાર છે તે જ રાજા બનશે…’ જી હાં, આ જબરદસ્ત ડાયલોગવાળી ૠત્વિક રોશન અભિનિત ફિલ્મ ‘સુપર 30’ ચાલુ વર્ષે રિલીઝ થઈ હતી. બિહારના આનંદ કુમાર પર આ બાયોપિક આધારીત હતી. ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી અને જેઈઈમાં પ્રવેશ અપાવવા માટેની આનંદકુમારે કરેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ થયા છે. ત્યારે પાટણમાં પણ આનંદ કુમારની માફક ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલાક યુવાનો દ્વારા મફતમાં શિક્ષણનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. પાટણમાં ગરીબ વિધાર્થો માટે ચાલતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઈવનીન્ગ સ્કૂલમાં એન.એમ.એમ.એસની પરીક્ષાની તૈયારી માટેના વિશેષ વર્ગોનુ આયોજન છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવી રહ્યુ છે. જેમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કલ્પેશભાઈ સોલંકી, કિશનભાઈ મોદી, વેદાંતભાઈ દવે, ડોક્ટર પદ્માક્ષી વ્યાસ આ વર્ગોમાં સવિશેષ માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કંઈક કરે અને સફળતા પ્રાપ્ત કરે તે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -