પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છુટતા ભારે દોડધામ

admin
1 Min Read

જામનગર કોર્ટ પાસેથી હત્યાના આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છુટતા ભારે દોડધામ મચી ગઇ હતી એલ.સી.બી એસ.ઓ.જી સહિત ની ટુકડીઓ આરોપીને ઝડપી લેવા માટે તપાસ લંબાવી છે આરોપી નાસી છૂટયાં બહાર આવતા ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી આરોપી ઇકો માં બેસી અને ધ્રોલ તરફ જતો હોય ત્યારે સોયલ પાસેથી પોલીસે ગણતરીની કલાકોમાંજ પકડી લીધો હતો.જામનગરના ખંભાળિયા ગેટ વિસ્તારમાં ડોક્ટર બક્ષીનાં બંગલામાં ગત વર્ષમાં ચોરી અને લૂંટના અંજામ આપવામાં આવેલા અહીં રહેલા વૃદ્ધનું ઢીમ ઢાળી દીધું હતું આ પ્રકરણમાં એલસીબી દ્વારા તપાસ કરી છે તે વખતે મૂળ બિહારના સંજીત સત્યનારાયણ ચૌધરીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો ધર્મધ્યાન આરોપી સહિતનો પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં નજીક પોલીસને ચકમો આપીને આરોપી સંજીત નાસી છૂટયો હતો આ અંગે વિગતો બહાર આવતા દોડધામ મચી ગઇ હતી ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે એલસીબી એસઓજી સહિતની ટીમો આરોપીને શોધી કાઢવા જ દિશામાં તપાસ લંબાવી હતી તે દરમિયાન સોયલ પાસે થી નાસી છૂટેલા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો

Share This Article