મહા વાવાઝોડાને પગલે વાતાવરણમાં ફરી પલટો

admin
1 Min Read

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની અસરને પગલે કમૌસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની અસર જોવા મળી હતી પરંતુ બીજે દિવસે વાવાઝોડાનું જોર ઓછું થતાં જિલ્લામાં કમૌસમી વરસાદે વિરામ લીધો હતો જો કે તેમ છતાંય જિલ્લાના ચોટીલા તાલુકામાં ફરી મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડાની અસરના ભાગરૂપે કમૌસમી વરસાદ પડયો હતો.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની અસરના કારણે કમૌસમી વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. પરંતુ વારંવાર વાવાઝોડાનું જોર ઘટી રહ્યું છે તેમજ દીશા બદલાઈ રહી છે ત્યારે પ્રથમ દિવસ બાદ ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની દિશા પલટાતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે જિલ્લાના ચોટીલા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમૌસમી ધોધમાર વરસાદનું આગમન થયું હતું જેના કારણે ચોટીલા સહિત આસપાસનાં ગામોમાં કમૌસમી વરસાદ નોંધાયો હતો.

 

Share This Article