વિજાપુર મા છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પડેલા વરસાદ ના કારણે તાલુકા પંચાયત માર્કેટયાર્ડ ચક્કર ખત્રીકુવા વિસ્તાર બસ ડેપો જવાના રોડ ઉપર પાણી ભરાતા લોકો ભારે પરેશાનીનો ભોગ બન્યા હતા નીચાણવાળા સોસાયટી વિસ્તાર લાટી બજાર તેમજ ઘણા વિસ્તારો પાણી થી ભરાઇ ગયા હતા તો વધારે વરસાદથી પાલીકા એ તાજેતરમાં બનાવેલી વોટર વર્કસ થી હાઈવે તરફ જતી બનાવેલી દીવાલ તુટી પડી હતી તો વરસાદના કારણે ઠેરઠેર પડેલા ખાડા ના કારણે પાણી ભરાયેલું રેહતા અવરજવરમાં લોકો ને ભારે હાલાકી પણ પડી હતી વિકાસ ની બણગાં ફૂંકતી પાલીકા ની પોલ વરસાદે ઉઘાડી પાડી હોવાનુ લોકો માં પાલીકા ની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલતુ હોવાનુ શંકા સ્પદ અક્ષેપો કરી રહયા હોવાનુ લોકો પાસેથી જણાઇ આવ્યુ હતુ.