સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિને અને કમોસમી વરસાદને લઇ થયેલ નુકશાના સર્વે માટે ખેડૂતોની આવેલ 10 હજાર કરતા વધુ અરજીઓ પૈકી 70 ટકા અરજીઓનો સર્વે હજુ સુધી વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે ખેતીવાડી વિભાંગ દ્વારા ટિમો મૂકી બાકી રહેલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં ખરીફ સીઝનમાં 90 નુકશાન હોવાના દાવા સાથે વિસ્તારને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવા માટે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.પાટણ જિલ્લામાં ચોમાસાની સીઝન દરમ્યાન 100 ટકાથી વધુ વરસાદ વરસતા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકોને નુકશાન પહોંચ્યું હતું ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભરેલું હોય વીમા કંપનીઓ દ્વારા વીમો ચૂકવાય તે માટે સર્વે કરવા માટે જિલ્લા માંથી આશરે 10843 અરજીઓ કરી હતી. યુનિવસર્લ સોંપો જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા 3942 અરજીઓ એટલે 30 ટકા અરજીઓનો સર્વે પૂર્ણ કરી શક્યા છે .હાલની સ્થિતિએ જિલ્લામાં 6901 ખેડૂતોની અરજીઓનો સર્વે બાકી છે .શુક્વારે સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ વિસ્તારને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરી સહાય આપવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -