ગાયે બે મોઢા વાળી વાછરડીને આપ્યો જન્મ

admin
1 Min Read

કુદરતની લીલા અપરંપાર છે ઘણી વખત ભગવાન પોતાના હોવાનો અહેસાસ લોકોને કરાવતો હોય છે અથવા તો પૃથ્વી પર અમુક પ્રકારના કિસ્સા બનતા હોય છે જે લોકોને અચરજ પમાડે તેવા હોય છે. હવે અમુક લોકો તેનો સંબંધ વિજ્ઞાન સાથે જોડતા હોય છે તો અમુક લોકો શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સાથે કોઈ વસ્તુ કે ઘટના ક્રમને જોડતા હોય છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકાના ધનપુર ગામમાં એક અચરજ પમાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે.
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ધનપુર ગામમાં એક ગાયે બે મોઢા વાળી વાછરડીને જન્મ આપતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. આ વાત આસપાસમાં ફેલાતાં વાછરડીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ મુજબ, વિજાપુરના ધનપુર ગામમાં માલધારીના ખેતરમાં એક ગાયે વાછરડીને જન્મ આપ્યો હતો. પરંતુ આ ગાયે જન્મ આપેલ વાછરડીને બે મોઢા છે. જેને લઇને લોકો આશ્ચર્યમાં મુકાયા છે. લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ત્યારે હાલ આ બે મોં વાળી વાછરડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Share This Article