Connect with us

જામનગર

જામનગરમાં રોગચાળાએ લીધો વિકટ સ્વરૂપ

Published

on

જામનગર પંથકમાં રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ અને મલેરિયા તેમજ કોંગો ફીવરના દર્દીઓની સંખ્યામાં દિવસેદિવસે વધારો થતો જાય છે. જી.જી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.  છેલ્લા એક મહિનામાં ત્રણ હજારથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.  જેમાંથી 112 લોકોને ડેન્ગ્યુના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી પુસ્તિકા પણ આપવામાં આવી રહી છે અને ગંદકી કરવી તેમજ ડેન્ગ્યુને નાથવામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જામનગરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ વધુ છે.  ડેન્ગ્યુ મચ્છરએ દિવસે કરડતું મચ્છર હોય છે. વરસાદી પાણીમાં મચ્છરનો ઉદ્ભવ થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

Published

on

હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.

Continue Reading

ગુજરાત

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

Published

on

જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.ત્યારે જામનગરમાં રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં આવ્યું છે. જામનગરની એક પણ શેરી એવી નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! ત્યારે દિવસેને દિવસે વધતાં જતા રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા તંત્રએ મન માંનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.ખુદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના જાહેર રસ્તાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી છતાં આ ગંભીર પરિસ્થિતિનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર વામણુ સાબીત થાય છે. ત્યારે આજરોજ રખડતાં ઢોરની સમસ્યાને લઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી મેદાને ઉતર્યા હતાં. જામનગર શહેરનાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં પોલીસવડા અને મ્યુ.કમિશનર પહોંચ્યા હતાં અને પશુપાલકોના કડક ચેતવણી આપી હતી. સ્થળ ઉપર જ નોટીસ અપાઇ હતી. પોલીસવડા અને કમિશનર દ્વારા પશુપાલકોને અલટી મેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પરથી રખડતાં ઢોરના અંડીગા દુર થાય છે કે નહી તે જોવું રહ્યું…!!

Continue Reading

જામનગર

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

Published

on

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.8-4-2021ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવી હતી. જેમાં કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં કીડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘર આંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1 કરોડ 70 લાખ 80 હજારના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ધસારો ઓછો થશે, તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ચાર કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending