ભેંસાણના સરપંચની દાદાગીરી

admin
2 Min Read

જૂનાગઢના ભેંસાણના સરપંચની દાદાગીરી સામે આવી હતી. સરપંચે એસ.ટી. ડ્રાઇવરને બસ ડેપોમાં લાવવાના મુદ્દે ડ્રાઇવરને માર માર્યો હતો. ભેંસાણના સરપંચ ભૂપત ભાયાણીની મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે. સરપંચ ભૂપત ભાયાણીએ એસ.ટી ડ્રાઇવરને જ્ઞાતિ પુછીને માર માર્યો હતો. ડેપોમાં બસ લાવવા મુદ્દે ડ્રાઇવર સાથે માથાકૂટ કરી હતી. ગ્રામજનો સામે રોફ જમાવવા માટે ભૂપત ભાયાણીએ એસ.ટી ડ્રાઇવરને માર માર્યો હતો. પોતે પોલીસ તંત્રને ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ સરપંચે દાદાગીરી કરી હતી. પોલીસ ફરિયાદ કરી લેવાની પણ ધમકી આપી હતી. હાલ સમગ્ર મામલે એસ.ટી વિભાગ દ્વારા સરપંચ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ભેંસાણના સરપંચ ભૂપત ભાયાણી ભાજપના નેતા અને અને અનેક વખત વિવાદમાં રહી ચુક્યા છે. ત્યારે અનેક સવાલો થાય છે કે, ભેંસાણના સરપંચ કેમ કરી રહ્યા છે દાદાગીરી ? શું ગુંડાગીરી કરતા સરપંચ પર થશે કાર્યવાહી ? શું ફરજ પર રહેલા કર્મચારી સાથે આ વર્તન યોગ્ય છે ? શું લોકપ્રતિનિધિને આવુ વર્તન શોભે છે ? ડ્રાયવરનો વાંક હોય તો ઉપર ફરિયાદ ન થઈ શકે ? કેમ સરપંચ જ્ઞાતિ પુછીને માર મારે છે ? શું ભૂપત ભાયાણી ગ્રામજનો સામે રોફ જમાવવા માગે છે ? આવી ગુંડાગીરીથી સરપંચ શું સાબિત કરવા માગે છે ? શું ભાજપ આવા દાદાગીરી કરતા નેતાઓ સામે પગલા લેશે ?

Share This Article