કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારીરાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સભ્યો ભાજપના છે.જેમાં બે સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા છે. જેના અધ્યક્ષ જનક બ્રહ્મભટ્ટને નીમ્યા છે. પાલિકામાં સત્તા હોવા છતાં ટીપી કમિટી હાથમાંથી જતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પ્રમુખે આ મામલે અવાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલમાં કોંગ્રેસના 6 સભ્યોને મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ રાજેન્દ્રસિંહ દરબાર દ્વારા આપવામાં આવી છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે વ્હીપનો અનાદર અને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જવાની પણ વાત કહી છે.
- Advertisement -
Latest News
- Advertisement -