પાટણ જિલ્લાએ સહિયારો પૂરુષાર્થ હાથ ધર્યો

admin
1 Min Read

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન મૂલ્યોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપેલ છે. તેને સાર્થક કરવા માટે પાટણ જિલ્લાએ સહિયારો પૂરુષાર્થ હાથ ધર્યો છે. પાટણ ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, ઓફિસર કલબ, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, વિવિધ વેપારી એસોસીએશન અને સેવાભાવી સંસ્થાઓના ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાટણ રેલ્વે સ્ટેશનથી લઇ બજારની દરેક દુકાને તેમજ શાકભાજીના વેપારીઓને પ્લાસ્ટીક મુકત બનાવવા માટે સહિયોગી બની કાપડ થેલીનો ઉપયોગ કરવો તેમજ ગ્રાહકોને પણ વિનંતી કરવામાં આવી હતી. અને ઘરેથી કાપડની થેલી લઇ આવવા જણાવ્યું હતું.

Share This Article