પાટણ શહેરમાં થતા વિવિધ વિકાસના કામોમાં ભ્રસ્ટાચાર થતો હોવાની બુમ અનેકવાર ઉઠવા પામે છે ત્યારે શહેરની વિવિધ સોસોયટીઓમાં સીસી રોડમાં ભ્રસ્ટાચાર ના આક્ષેપ થતા હોવાના આક્ષેપ નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા પણ કરવામાં આવતા હોય છે.પરંતુ પાલિકાતંત્ર દ્વારા આવા કોન્ટ્રેકટરોને છાવરવામાં આવતા હોય કોન્ટ્રાકટરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે શહેરના સુભાષચોક વિસ્તાર નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં એક પાણીનું ટેન્કર સીસી રોડ ઉપરથી પસાર થતા જ રોડ ઉપર ભુવો પડ્યો હોવાનુ મહિલાએ જણાવ્યું હતું. જેને લઈ વિસ્તારના રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સીસી રોડ ના કોંટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડને લીધે ઠેર ઠેર ભુવા પડતા હોવાનું વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું.તો ભુવામાં કોઈ જાનહાની થશે તોએની જવાબદારી કોની તેમ વિસ્તારની મહિલાએ જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -