Connect with us

વર્લ્ડ

દગાબાજ : દુબઈના શાસકની પત્નીનું બોડીગાર્ડ સાથે લફરું, ચૂપ રહેવા ચૂકવ્યા આટલા કરોડ…

Chintan Mistry

Published

on

દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની રાજકુમારી પત્નીના પોતાના બોડીગાર્ડ સાથે અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. એટલુ જ નહીં રાજકુમારી હયાએ ચૂપ રહેવા માટે બોડીગાર્ડને આશરે 12 કરોડ રુપિયા પણ આપ્યા હતા.

બ્રિટન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણીના આધારે એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. દુબઇના શાસકે પત્ની હયાને જાણ બહાર શરિયા કાનૂન હેઠળ 2019માં તલાક આપી દીધા હતા.

રિપોર્ટ મુજબ રાજકુમારી હયાનો બોડીગાર્ડ પરણેલો હતો અને રાજકુમારી હયા સાથે અફેરના લીધે લગ્ન તૂટી ગયા હતા. પ્રિન્સેસ હયા તેમના બોડીગાર્ડને મોંઘી ભેટ આપતી હતી જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદૂક સામેલ હતી. તેઓ દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરના પત્ની હતા. તેઓ વર્ષો પહેલા દુબઇ છોડી બ્રિટનમાં જઇ વસ્યા હતા. બાળકોની કસ્ટડી લેવા માટે તેમણે બ્રિટન કોર્ટમાં કેસ કર્યો હતો, જેનો ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો.

વર્લ્ડ

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

Chintan Mistry

Published

on

ન્યુઝિલેન્ડમાં નવા ચૂંટાઈને આવેલા ભારતીય મૂળના સાંસદ ડો.ગૌરવ શર્માએ વેલિંગ્ટન સ્થિત સંસદ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મૌરી ભાષા ઉપરાંત સંસ્કૃતમાં શપથ લીધા હતા.

સંસ્કૃતમાં શપથ લઈને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે. કારણકે તેઓ વિશ્વમાં પ્રથમ એવા સાંસદ છે જેમણે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા છે. શપથ સમારોહ બાદ ડોક્ટર ગૌરવ શર્મા વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આપને જણાવી દઈએ કે, ડો.ગૌરવ શર્માનો જન્મ 1 જુલાઈ 1987ના રોજ ગિરધર શર્મા અને પૂર્ણિમા શર્માના પુત્ર ગૌરવ શર્મા મૂળ હિમાચલપ્રદેશના હમીરપુર જિલ્લાના રહેવાસી છે. ન્યુઝિલેન્ડમાં ઓક્ટોબરમાં થયેલ ચુંટણીમાં તેઓ સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. ડોક્ટર ગૌરવે ન્યુઝિલેન્ડના હેમિલ્ટન સીટ પર લેબર પાર્ટીની ટીકીથી પોતાની જીત મેળવી હતી. શર્માને 15873 વોટ મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 11487 વોટ મળ્યા હતા.

Continue Reading

વર્લ્ડ

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

Chintan Mistry

Published

on

કોરોના મહામારીથી પ્રભાવિત દુનિયાભરના દેશો કોવેક્સીનની રાહ જોઇ રહ્યા છે, એવામાં રશિયાએ દાવો કર્યો હતો કે, તેની કોવેક્સીન Sputnik V બીજા પરીક્ષણ મુજબ 95 ટકા કારગર સાબિત થઇ રહી છે. રશિયન કોવેક્સીન ડેવલેપર્સે આ અંગેની માહિતી આપી હતી. રશિયાના સ્વાસ્થ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદન મુજબ કોવેક્સીનનું અસરકારક પ્રમાણ 42 દિવસના અભ્યાસ બાદ મળેલા પરિણામોને આધારિત હતું.

રશિયાએ તેની કોવેક્સીનની કિંમતને લઇને પણ મહત્વના ખુલાસા કર્યા હતા. તેની જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય કોવેક્સીનની સરખામણીએ Sputnik Vની કિંમત ઓછી રહેશે. રશિયન કોવેક્સીનના બે શોટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ વ્યક્તિ 20 ડોલરથી ઓછી રહેશે. તેના એક શોટની કિંમત 10 ડોલરથી ઓછી રહેશે.

આ પહેલા અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને મોર્ડનાએ તેમની કોવેક્સીનને 90 ટકાથી વધુ પ્રભાવિત જાહેર કરી ચૂક્યા છે. મહત્વનું છે કે, રશિયાએ ઓગસ્ટમાં Sputnik Vની નોંધણી કરાવી હતી. આ કોવેક્સીનનો ડોઝ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની પુત્રીને પણ આપવામાં આવ્યો હતો. રશિયાની સરકારના સત્તાવાર નિવેદન મુજબ રશિયાના નાગરિકો માટે વેક્સીનેશન ફ્રી રહેશે જ્યારે દુનિયામાં અન્ય ગ્રાહકોને રશિયન કોવેક્સીનનો પહેલો જથ્થો માર્ચ 2021 સુધી પહોંચી જશે.

Continue Reading

જાણવા જેવું

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

Chintan Mistry

Published

on

કેન્દ્ર સરકારે ફરી ચાઇનીઝ એપ પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્રએ મંગળવારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે 69એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ ચોથી વખત છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પહેલા ત્રણ વખત મળીને કુલ 220 જેટલી મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ 43 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકારને આ ઍપ્સને લઇને ફરિયાદ મળી હતી કે આ ઍપ્સ ભારતીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. જે બાદ સરકારે આગમચેતીરૂપે આ 43 એપ્સને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ એપ્લિકેશનમાં સ્નેક વિડિયો જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશન સામેલ છે.

ટિકટોક પર બેન બાદ સ્નૈક વીડિયો ઝડપથી તેના વિકલ્પ તરીકે ઉભરી હતી. આ પણ ચાઇનીઝ એપ છે. આ 43 મોબાઇલ એપ વિરુદ્ધ કાર્યવાહી એટલે કરવામાં આવી છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ ભારતની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા અને પબ્લિક ઓર્ડર પ્રત્યે પૂર્વાગ્રહ વાળી ગતિવિધિઓમાં સામેલ છે.

Continue Reading
નેશનલ7 hours ago

કોરોનાનો કહેર વધતા આ રાજ્યએ જાહેર કર્યુ નાઈટ કર્ફ્યૂ

બીઝનેસ8 hours ago

ભારતની આ સોશિયલ મીડિયા એપને ખરીદશે ગૂગલ, 1 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારી

વર્લ્ડ13 hours ago

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

વર્લ્ડ15 hours ago

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

નેશનલ17 hours ago

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

જાણવા જેવું1 day ago

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

અમદાવાદ1 day ago

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત1 day ago

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

ધર્મદર્શન4 weeks ago

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ3 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત4 weeks ago

ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા શંકરસિંહ બાપૂની નવી રણનીતિ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.