WHOએ કહ્યું, વિશ્વમાં કોરોનાની વેક્સીન પહોંચાડવા જરુર પડશે આટલા રુપિયાની

admin
2 Min Read

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ કોરોના વિરુદ્ધની લડાઈમાં આર્થિક સમસ્યાથી ઝઝુમવુ પડી રહ્યું છે. ડબ્લ્યુએચઓએ કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વના દેશોને બચાવવા માટે દુનિયાભરમાં વેક્સીન પહોંચાડવા માટે 100 બિલિયન અમેરિકી ડોલરની જરુરીયાત હોવાનું જણાવ્યું છે.

(File Pic)

દુનિયામાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. તેવામાં દરેકની આશા રસી પર લાગેલી છે. તમામ દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી બનાવવામાં લાગેલા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કહ્યું કે કોરોનાની રસીના વિકાસ અને નિર્માણ કાર્યને ઝડપી બનાવવામાં ઓછામાં ઓછા 100 બિલિયન અમેરિકન ડૉલરની જરુર હોય છે.

(File Pic)

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુંસાર આ પ્રોગ્રામ હેઠળ અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કોરોનાની રસી દરેક માટે સમાન અને સરળતાથી ઉપલબ્ધ થઈ રહે. WHOના ડાયરેક્ટર જનરલના જણાવ્યાનુંસાર તમામ સંગઠન પોતાના લક્ષ્યના 10 ટકા ફંડ ભેગુ કરી શક્યું છે.જ્યારે સંગઠનને મહામારીની રસી નિર્માણ અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તેમને લગભગ 100 કરોડ બિલિયન ડૉલરની જરુરિયાત છે.

(File Pic)

મહત્વનું છે કે, એપ્રિલમાં WHOએ કોરોની રસીના નિર્માણમાં સ્પીડ લાવવાના હેતુથી COVAX સુવિધા શરુ કરી હતી. જેને લઈને સંગઠને તમામ દેશોને આમા પ્રોગ્રામમાં જોડાવાની અપીલ કરી હતી. WHOએ કોરોનાની રસીના ડોઝના નિર્માણ અને વિતરણ માટે સ્પીડ લાવવાના હેતુથી આ કાર્યક્રમની શરુઆત કરી હતી.જે અંતર્ગત તેમણે આ પહેલમાં જોડાવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા છે અને સ્વૈચ્છિક રુપે રસીના વિકાસ, નિર્માણ અને વિતરણ તંત્રને મજબૂત બનાવવા સહકાર કરવા આર્થિક મદદ કરવા અપી કરી છે.

Share This Article