પાટણમાં જર્જરિત મકાન ધરાશયી

admin
1 Min Read

પાટણ શહેરમાં કેટલાય મકાનો પડવાના વાંકે ઉભા છે તો જર્જરિત મકાન માલિકોને નગરપાલિકા દ્વારા નોટીસો આપવા છતાં મકાનો ઉતારવામાં ના આવતા આવા મકાનોના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે ત્યારે શહેર ના વોર્ડ નંબર સાત માં આવેલ નાગરવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશયી થઇ ગયો હતો સદનશીબે કોઈ જાણ હાનિ થઇ નહોતી તો ઘટના ની જાણ સ્થાનિક કોર્પોરેટર પી.જે વાણીયા ને કરતા તેઓ તાત્કાલિકે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આ મકાન ત્યાં થી પસાર થવાના મુખ્ય માર્ગ ઉપર આવેલું હોઈ ગમે ત્યારે ધરાશયી થઇ શકે છે.અને વર્ષો થી બંધ પડેલું હોય આજુબાજુ ભય નો માહોલ ઉભો થયો છે અને પાલિકા તંત્ર દ્વારા આ જર્જરિત મકાન ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Share This Article