દેવુભા ચોકમાં મકાન ધરાશાયી

admin
1 Min Read

જામનગરમાં મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. મકાનના કાટમાળ નીચે દબાતાં, 2 લોકોના મોત થયા છે. તો હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. જ્યારે બચાવ કામગીરી ચાલું છે. જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભા ચોક વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે, તો હજુ મકાન માલિક અને મજૂર કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી રહી છે. હાલ ફાયરની ટીમ દ્વારા બચાવની કામગરી ચાલું છે. 10 વર્ષ જૂના 2 માળના મકાનમાં રિનોવેશન ચાલી રહ્યું હતું આ દરમિયાન મકાન ધરાશાયી થયું. હાલ કલેક્ટર, એસપી, અને મામલતદાર ઘટના સ્થળે છે. મળતી માહિતી મુજબ, આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને 2 લોકોનું મોત થયું છે. જ્યારે હજુ બે લોકો દબાયેલા છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટનાને લઇને ફાયરબ્રિગેડ દ્વારા બચાવની કામગરી ચાલું છે.

Share This Article