પાટણ શહેરમાં થયેલ ભારે વરસાદ પગલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે તો નગરપાલિકાના ગેરવહીવટ ને કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે. સાથે સાથે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ઉપરોંત યુનિવર્સીટી જવાના માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક ની બન્ને બાજુનો માર્ગ ઉબડખાબડ થી જતા ભારે ટ્રાફિક જામ થાય છે જેને લઈ કલાકો સુધી ટ્રાફિક ના દ્રશ્યો પણ સર્જાય છે.પાટણવાસીઓ હાલમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેની પાછળ નગરપાલિકા ના ચીફ ઓફિસર અને પ્રમુખ જવાબદાર હોવાનો આક્ષેપ કરી આજરોજ પાટણ ના જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લા કલેકટર કચેરી બહાર ધારણા કરવામાં આવ્યા હતા અને નગરપાલિકા ના ચીફ ઓફિસર અને પ્રમુખ વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા અને અને ત્યારબાદ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને વિવિધ સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા.તો નગરપાલિકા ના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે પણ મીડિયા સમક્ષ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -