પાટણના ચાણસ્મા તાલુકાના લણવા ગામે આંગણવાડી કાર્યકર બહેનોની ન્યુ મોબાઇલ એપલિકેશનની ૨ દિવસીય તાલીમ યોજાઈ હતી. રાજ્ય સરકારના વિવિધ વિભાગોને હાલના સમય પ્રમાણે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી વહીવટીય જોડાણ કરાય રહ્યું છે ત્યારે આંગણવાડી કાર્યકરો પણ તાલીમબદ્ધ બની રાજ્ય સરકારના વહીવટ સાથે સુસંગત બને તે માટે આંગણવાડી કાર્યકરોને મોબાઈલ આપવામાં આવ્યા છે. જે અન્વયે આંગણવાડી કાર્યકરો મોબાઇલમાં વિવિધ વહીવટી એપ્લિકેશન જોડાણ કરી વહીવટીય સંલગ્નતા રહે તે માટે આંગણવાડી વિભાગના અધિકારીઓ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી સુપરવાઇઝર દક્ષાબેન પટેલ અને આંગણવાડી સુપરવાઇઝર ચંપાબેન દેસાઇની રાહબરી નીચે અને બંને આંગણવાડી સુપરવાઇઝરની તજજ્ઞતા નીચે આંગણવાડીની 30 કાર્યકર બહેનોને મોબાઇલ એપ વિસ્તૃત જાણકારીની તારીખ 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઇલમાં વહીવટીય સંલગ્નતા અનુસાર જે તે ગામનું કૌટુંબિક વ્યવસ્થાપન બાળકોની હાજરી સહિતની જાણકારીની એપ્લિકેશન પોતાના મોબાઈલમાં સ્થાપિત કરી વહીવટ સાથે કેવી રીતે સંલગ્નતા કરી શકાય તે માટે વિસ્તૃત જાણકારી સાથે તાલીમ આપવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -