પાટણના ગાંધીબાગ નજીક ભૂગર્ભ ગટર લીકેજ

admin
1 Min Read

પાટણ શહેરમાં અવારનવાર ભૂગર્ભ ગટરો લીકેજ થવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. પાટણ નગરપાલિકાની આળસના કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે પાટણ શહેરના ગાંધીબાગ નજીક જી.ઈ.બી આગળ છેલ્લા 3 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર લાઈનને લઈ રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, પાટણના ગાંધીબાગ નજીક જીઈબી પાસે છેલ્લા ઘણા દિવસથી ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થવા પામી છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. આ સમસ્યાના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ગટરના પાણી રસ્તા પર ફરી વળતાં મચ્છરોનો ઉપદ્રવ  વધવો અને તેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને ત્રણ દિવસ થવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.  જેને લઈ સ્થાનિક રહીશોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે

Share This Article