વડોદરા- કોરલ ગામમાં પુર્વ પતિએ પુર્વ પત્નીની કરી હત્યા

Subham Bhatt
3 Min Read

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામે લગ્ન પ્રસંગે પોતાના પિતાના ઘરે આવેલ પૂર્વ પત્નીએ બીજા ફુલહાર કરીદીધેલા હોય તેની અદાવત રાખી તેણીના પૂર્વ પતિએ પૂર્વ પત્નીને દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેઈ પોતે ઝેરી દવા પી જવાનો નિષફળ પ્રયાસ કરવાની બનેલ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારકરજણ તાલુકાના મોટીકોરલ ગામે રહેતી સરોજબેન નટુભાઈ માછીના બારેક વર્ષ પહેલાં પ્રથમ લગ્ન ભરૂચ તાલુકાના ઝનોરગામે થયા હતાં. જેની ફલશ્રુતિ રૂપે તેણીને બે સંતાન હોવાનું કહેવાય છે. ત્યારબાદ સરોજબેનના પતિનું પાંચેક વર્ષ પહેલાંઅવસાન થતાં તેણીની પોતાના પિયર મોટીકોરલ ખાતે રહેવા આવી ગઈ હતી. પિયરમાં ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ ગોવિંદભાઇમાછી સાથે પ્રેમ સંબંધ બંધાતા સરોજબેનનાફુલહાર પ્રકાશભાઈ માછી સાથે થયા હતાં. પરંતુ અવારનવાર બંને વચ્ચે નાનીનાની વાતોમાં ઝઘડો , મારામારી કરતાં હોય એક વર્ષ પહેલાં પ્રકાશભાઈ માછી સાથે સરોજબેને ફારગતી લઈ તેના છોકરાઓસાથે પોતાના પિયરમાં રહેવા લાગી હતી. ત્યારબાદ સરોજબેનના આઠેક દિવસ પહેલા વડોદરા તરસાલી ખાતે રહેતા રાજેશભાઇ માછી સાથે ફુલહાર થયા હતાં. ગત તા.20 ના રોજ પોતાના પિયર મોટીકોરલ ખાતે લગ્ન પ્રસંગ હોય સરોજબેન પોતાના પતિ તેમજ બાળકો સાથે તરસાલીથી મોટીકોરલ આવી હતી.

Vadodara- Ex-husband kills ex-wife in Coral village

આજ રોજ વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાંસરોજબેનનો ભાઈ પેશાબ કરવા ધરના વાડામાં જતાં વાડાની બહાર કોઇકનો છીંકવા નો અવાજ આવતા તપાસ કરતાંસરોજબેન છતી હાલતમાં જમીન ઉપર પડ્યા હતા અને તેણીનો પૂર્વ પતિ પ્રકાશભાઇ ગોવિંદભાઈ માછી માથાના ભાગે દોરીપકડીને બેઠો હતો. અને સરોજબેનના ભાઈને  સરોજ મારી નહી તો કોઇની નહી હુ પણ ઝેર પી ને મરી જઇશ એટલે આજે તોતને પણ પુરો કરી દઇશ " તેમ કહી તેના હાથમાં એક સળીયો જમણા હાથે સળીયો માર્યો હતો. અને મેં ઝેરી દવા પી લીધી છે હુંજીવવાનો નથી તેમ કહેતો હતો. ત્યારબાદ મૃત હાલતમાં પડેલ સરોજબેનની નજીકમાં પૂર્વ પતિ પ્રકાશ માછી જમીન ઉપરપડેલો જોવા મળ્યો હતો. જે બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ તેમજ 108 ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. અને પૂર્વપતિને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. જે બાબતે મરણ પામેલ સરોજબેનના ભાઈએ  ફરિયાદ નોંધાવતાં પોલીસે પૂર્વપત્નીને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેવા બાબતે તેણીના પૂર્વ પતિ પ્રકાશભાઈ ગોવિંદભાઇ માછી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Share This Article