વડોદરા: ડુપ્લિકેટ નોટો ઘૂસાડવાનો પોલીસે કર્યો પર્દાફાશ ,

admin
1 Min Read

વડોદરા શહેરમાં દિવાળીના સમયમાં બનાવટી ચલણી નોટો ઘૂસાડવાનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂપિયા 87,500ની બનાવટી ચલણી નોટો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને વ્યક્તિઓએ ખાણી-પીણીની લારીઓ ઉપર ભીડનો લાભ લઇ બનાવટી ચલણી નોટો ઘૂસાડવાની યોજના બનાવી હતી. પરંતુ, બંને તેઓના આ કારસામાં સફળ થાય તે પૂર્વે વડોદરા શહેર પોલીસે દબોચી લીધા છે. વડોદરા શહેર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમારને બાતમી મળી હતી કે, દિવાળીમાં ભીડનો લાભ લઇને બે વ્યક્તિઓ બનાવટી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો ઘૂસાડવાના છે.

અને બંને સંગમ ચાર રસ્તા પાસે એચ.ડી.એફ.સી. બેંક પાસે ઉભા છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને અભિષેક વિવેકભાઇ સુર્વે (રહે. 18, પુંડલીક ટુપ્લેક્ષ, સીગ્નશ સ્કૂલ પાછળ, હરણી રોડ, વડોદરા)ને બનાવટી રૂપિયા 500ના દરની 152 ચલણી નોટો અને સુમીત મુરલીધર નમ્બીયાર (રહે. સી-8, અવિનાશ સોસાયટી, સંગમ ચાર રસ્તા પાસે, વડોદરા)ની બનાવટી રૂપિયા 500ના દરની 23 ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે.

 

Share This Article