કોરોનાની સુરક્ષિત અને કારગર વેક્સિનને લઈ શું કહ્યું અમેરિકન નિષ્ણાંતે

admin
2 Min Read

દુનિયાના ઘણા દેશોમાં કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. કરોડો લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચુક્યા છે જ્યારે લાખો લોકો મોતને ભેટ્યા છે. કોરોના મહામારીનો ખાતમો કરવા માટે વેક્સિન પર પણ કામ ચાલી રહ્યું છે. વેક્સિનને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે.

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન આવી શકે છે. જોકે, અમેરિકાના મહામારી રોગ નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીનું કહેવું છે કે આખી દુનિયામાં એક સુરક્ષિત અને પ્રભાવી કોવિડ-19 વેક્સીન 2021ના એપ્રિલ મહિનામાં આવી શકે છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ફાઉચીએ કહ્યું કે નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી શોધકર્તા એ જાણી શકશે કે કયો વેક્સીન કેન્ડિડેટ સુરક્ષિત છે. આ અંગે જાણ્યા બાદ જ શરુઆતમાં માત્ર એક લાખ ડોઝ તૈયાર કરી શકાશે. ફાઉચીનો આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉલટ છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધી અમેરિકામાં વેક્સીનના 10 કરોડ ડોઝ તૈયાર થઈ જશે.

ફાઉચીનું કહેવું છે આટલી સંખ્યામાં વેક્સીન બનવી ત્યારે સંભવ છે જ્યારે અત્યારે ચાલી રહેલા ટ્રાયલોમાં વેક્સીન સુરક્ષિત અને કારગર સાબિત થાય. જો વેક્સીન સુરક્ષિત સાબિત થઈ જાય છે તો વ્યાપક રીતે 2021ના પહેલા ત્રિમાસિકના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. ફાઉચીએ કહ્યું કે જોનસન એન્ડ જોનસન વેક્સીનના ટ્રાયલ ઉપર રોકને એક સારો સંકેત માનવો જોઈએ. તેમણે કહ્યું કે આનાથી જાણવા મળે છે કે વેક્સીન ટ્રાયલ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે અને તે લોકો સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે.

Share This Article