કેમ પુરુષો કરતા સ્ત્રીઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું, મળ્યું તારણ

admin
1 Min Read

કોવિડ-19 મહામારીમાં રાજકીય નેતાઓથી લઈ સેલિબ્રિટીઓથી માંડી સામાન્ય માસણો પણ સપડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોવિડ 19ની બિમારી પુરુષો અને સ્ત્રીઓને અલગ અલગ રીતે અસર કરી રહી છે.

જેમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ ઓછુ હોવાનું પણ જણાવાયુ હતું. ત્યારે આ અંગેનું નક્કર કારણ પણ જાણવા મળ્યુ છે.

વિજ્ઞાનીઓએ કોરોના સંક્રમણ અંગે એક રસપ્રદ અભ્યાસ કર્યો છે જેમાં જણાયું છે કે પુરૂષોની તુલનાએ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ ઓછું હોવા અંગે નક્કર કારણ મળી ગયું છે. અમેરિકાના વેક ફોરેસ્ટ બેપ્ટિસ્ટ મેડિકલ સેન્ટરના સંશોધકોના મતે મહિલાઓમાં રહેલા એસ્ટ્રોજેન હોરમોનને ટાંકીને જણાવ્યું કે આ હોરમોન હ્રદયમાં એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝઆઈમનું (ACE2) સ્તર ઘટાડે છે. એટલા માટે જ મહિલાઓમાં કોરોનાના ગંભીર લક્ષણો મળવાનું જોખમ ઓછું રહે છે.

સંશોધકોના જણાવ્યા મુજબ આ હોર્મોન હ્રદય, ધમનીઓ, કિડની અને આંતરડાઓના કોષ પટલ સાથે જોડાયેલ હોય છે અને તે કોરોના વાયરસના સંક્રમણ માટે જવાબદાર સેલ્યુલર રિસેપ્ટર હોય છે. જેના દ્વારા તે વાયરસને અંગોના કોષમાં પહોંચાડે છે.અભ્યાસમાં મળેલા તારણો મુજબ એસ્ટ્રોજેન હ્રદયમાં એન્જિયોટેન્સિનનું પ્રમાણ ઘટાડી દે છે અને તેને પગલે જ સ્ત્રીઓ કોવિડ સંક્રમણના ગંભીર લક્ષણોથી સુરક્ષિત રહે છે. પેશીઓમાં એન્જિયોટેન્સિનનું ઊચું પ્રમાણ રહેવાથી પુરૂષોમાં કોરોના સંક્રમણના ગંભીર લક્ષણો વધુ જોવા મળે છે.

Share This Article