મહેસાણા તાલુકાના લિંચ ગામના મહિલા સરપંચ અંજના બેન પટેલે પોતાના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો હતો. જીહા તમને જણાવી દઈએ કે મહિલા સરપંચ અંજના બેન પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કિન્નરો સાથે ગરબા રમીને કરી હતી.
પ્રાપ્ત સમાચાર મુજબ, મહેસાણા જીલ્લાના લીંચ ગામના મહિલા સરપંચ અંજના બેન પટેલે પોતાના જન્મ દિવસને મહેસાણા મોહનપુરા વિસ્તારના કિન્નરો સાથે મળીને ઉજવ્યો હતો. એટલું જ નહિ અંજના બેન પટેલે કિન્નરોની સાથે ગરબા રમી પોતાના જન્મ દિવસને ઉત્સાહભેર મનાવ્યો હતો. તેમજ કિન્નરોને ભેટ સ્વરૂપે સાડીઓ અર્પણ કરી હતી. જણાવી દઈએ કે આ પસંગે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમાજમાં કિન્નરોની સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવે છે. સરકાર પણ વારંવાર કહી ચૂકી છે કે કિન્નરોની સાથે ભેદભાવ ભર્યું વર્તન ન કરવું જોઈએ. તેમજ કિન્નરો પણ સમાજનો જ એક ભાગ છે તેથી તેઓને પણ સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે.
મહિલા સરપંચે અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ
Leave a comment
Leave a comment