નવરાત્રી એટલે મોટો મંડપ, કાન તોડી નાખે એવું સાઉન્ડ, ફિલ્મી ગીતોના ઉપર નાચવું, રંગબેરંગી અડધા વસ્ત્રો, આમ ક્યાંય માતાજીના ગુણની તો વાત જ નહિ. એવાં માહોલમાં ઊંઝાના દવે ચોકમાં માં બહુચરનું પ્રાચીન સ્થાનક એની માંડવી સમક્ષ ભક્તો માંના ગુણ ગાતા જોવા મળ્યા એ પણ કોઈ સંગીત કે દાંડિયા વિના કેવા સરસ રીતે ગાય છે. નવી પેઢીને પરંપરા જાળવી રાખવા બાદલ અભીનંદન પાઠવા જેવું છે. હાલ જોવા જઈએ તો નવરાત્રીને લઈને લોકો બહુ ફોરવર્ડ થઇ ગયા છે. પરંતુ હજી પણ અમુક એવા લોકો છે જે પોતાની સંસ્કૃતિ અને સંસ્કારને માન આપે છે. આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રીમાં રમવામાં આવતા પરંપરાગત ગરબા શહેરોના પાર્ટી પ્લોટો અને ક્લબોમાં વ્યવસાયિક બની ગયા છે. પરંતુ એવી પણ ઘણી જગ્યા છે જ્યાં પરંપરાગત શેરી ગરબાએ ભક્તિના આ પર્વની પવિત્રતા જાળવી રાખી છે. આજે પણ મહિલાઓ માથે માતાજીનો ગરબો લઈને રમતા હોય છે.
- Advertisement -
Latest News
- Advertisement -