જુનાગઢ-વિસાવદરના ૩૦૬ ખેડૂતોએ મળીને  ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી

Subham Bhatt
2 Min Read

પોષણક્ષમ ભાવ મેળવવા વિસાવદરના ૩૦૬ ખેડૂતોએ મળીને  ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવીજેમાં સીઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે ખેડૂતોએ મંડળી બનાવી શોર્ટિંગ, પેકિંગ નેકલીનિંગ પણ ખેડૂતો જ  કરશે અને ખેડૂતો ગ્રાહકોને માલ પણ વહેંચશે. જુનાગઢ વિસાવદર ના ૩૦૬ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી છે, ખેડૂતો મળી જેમાં ૪૦૦૦ વિઘા જમીનમાં ખેતી કરીને
પોતાની ઉપજ નો પોતે જ વેપાર કરશે જેથી ખેડૂતો તેમજ ગ્રાહકને સિધ્ધોજ ફાયદારૂપ થશે, આ ખેતઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણી વધુમાં જણાવાયું હતું કે ખેડૂતોને પોષણક્ષમભાવ ન મળતા  સહિયારી ખેતી અને સહિયારો વેપાર કરવાના ઇરાદા સાથે વિસાવદર પંથકના ૩૦૬ખેડૂતોએ ૪૦૦૦ વિઘા જમીનમાં ખેતી કરીને પાકનું વેચાણ પણ પોતાની જ મંડળી દ્વારા કરવામાં આવશે.કારણ કે હાલના સમય માં ખેડૂતો તેમજ ગ્રાહક ને લૂંટવામાં આવે છે કારણ કે વચેટિયા ખેડૂતો તેમજ ગ્રાહકનો નફો પોતે જ હજમ કરી જાય છે.

206 farmers of Junagadh-Visavadar formed a farm producer co-operative society

વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથીકંપનીની સ્થાપના કરવામાં આવી છે. ૩૦૬ ખેડૂતોને આ કંપનીના સભાસદ એટલે કે શેર હોલ્ડરબનાવવામાં આવ્યા છે. છ મહિના રાત દિવસ એક કરનારા ખેડૂતોને હવે વચેટિયા ના છેતરી જાય.વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે સીધો બજારમાં જવેપાર કરશે.  ખેડૂતો દ્વારા પોતે ઉત્પાદન કરેલા પાકનું નું શોર્ટિંગ , કલીનીંગ,અને ગ્રેડિંગ કરવાની તથાતેનું પેકિંગ કરવાની કામગીરી પણ આ જ મંડળી કરશે. તેમજ બ્રાન્ડિંગનું આયોજન કરી વેલ્યુ એડિશનપણ કરશે. ૩૦૬ ખેડૂતોની જમીનમાં જુદા જુદા એકમો અને પેકિંગ માટેના સેડ તૈયાર કરાશે.  આ માટેસેલ્સ એક્ઝિક્યુટીવ્સની ટીમ પણ તૈયાર કરાંશે. ખેત ઉત્પાદન મંડળીના  સ્થાપક નાગજી ભાયાણીનુંકહેવું છે કે નવી સ્થપાયેલી કંપની તેમના દરેક ખેડૂતોનો માલ લઈને માલને વેર હાઉસમાં પણ મૂકશેઅને ખેડૂતોને મદદરૂપ થવા અને મંડળીને સહાયતા બનવા માટે સરકાર શ્રી દ્વારા પણ જે આર્થિક મદદ કરવામાં આવી છે તે બાબતે ખેત ઉત્પાદક મંડળીના ચેરમેન નાગજી ભાઈ ભાયાણી દ્વારા સરકાર શ્રી નોપણ આભાર માનવામાં આવ્યો હતો.

Share This Article