પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓના પગાર અને પ્રમોસન સહિતના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઇને ગત વર્ષે રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું હતું જેને લઇને રાજ્ય સરકારે કર્મીઓના પડતર પ્રશ્નોના તબક્કાવાર ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરંતુ એક વર્ષને અંતે આ લોલીપોપ સાબીત થઇ છે જેને લઇને હવે પુનઃ આરોગ્ય કર્મીઓ દ્વારા આંદોલનના મંડાણ કર્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને આંદોલન પર ઉતરી આવ્યા હતા. જિલ્લાના 780 કર્મચારીઓએ જોબચાર્ટને લગતી કામગીરી કરી હતી પણ ઓનલાઈન રીપોટીંગની કામગીરી નહીં કરી આંદોલન પર ઉતરી ગયા હતા. જો સરકાર દ્વારા આગામી સમયમાં કોઇ યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો, આગામી તા.૯ ડિસેમ્બરના રોજ તમામ જિલ્લા મથકોએ એક દિવસના ધરણાં, રેલી, કર્મચારી વિરોધ નીતિ સામે સુત્રોચ્ચાર, માસ સીએલ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
