સાબરકાંઠા : મીની ભારત એવા વીરપુર લહેરાયો તીરંગો

admin
1 Min Read

સાબરકાંઠા હિંમતનગર તાલુકાનુ આ છે વીરપુર ગામ કે જ્યા તમામ વિસ્તારના નામ વિવિધ રાજ્યના નામ પરથી આપવામાં આવ્યા છે.370 અને 35 એ કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મીની ભારત એવા વીરપુર ગામમાં પણ આજે ખુશીનો માહોલ જોવા મળઅયો હતો.કાશ્મીરની પાસે આવેલ શાળામાં કાશ્મીરી પહેરવેશ પહેરી, કાશ્મીર પાર્કમાં રહેલી બાળકીએ આજે પ્રાથમિક શાળામાં તિરંગો લહેરાવીને ભાઈચારોનો સંદેશો આપ્યો હતો જેમાં આ ગામના તમામ રાજ્ય એક સાથે મળીને ભાઈચારાથી રહે છે તેમ સમગ્ર ભારત રહે અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશમાં ભાઈચારાની એકતા રહે તેવુ જણાવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ જેની ખુશીમાં દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Share This Article