કોર્ટોમાં નવી સિસ્ટમ તેમજ ટેકનોલોજીની રીત અમલમાં, વિડીયો કોન્ફરન્સ દ્વારા જામીન અરજીની દલીલ

admin
2 Min Read

અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે અને અગત્યની કામગીરી સિવાય લોકોએ બહાર નીકળવું નહીં તેવા સરકારના આદેશ છે.   આ પરિપત્રને લઇને પહેલા સુપ્રિમ કોર્ટે અને તેના આધારે  હાઈકોર્ટ અને હવે  ડિસટ્રિક કોર્ટ સુધી એક નવી જ સિસ્ટમ તેમજ ટેકનોલોજીની રીત અમલમાં આવી છે.

આજ રોજ ધોરાજીના મહેરબાન એડીશનલ ડિસટ્રિક જજ હેમંતકુમાર અરવિંદ ભાઈ  દવેની કોર્ટમાં પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સ દ્વારા જામીન અરજીની દલીલ કરવામાં આવી છે.  જેના ઓર્ડર પણ ઇ-મેઇલ દ્વારા મળી શકે છે.  આખી પ્રોસીજર એવી રિતે થસે કે કોઈ પણ  વ્યક્તિની જામીન અરજી દાખલ કરવાની હોય તો સેશન્સ કોર્ટમાં તો હાજર વ્યક્તિ કે વકીલ કોઈ એ હાજર થવાનું નથી.

 તેમણે અરજી અને જરુરી આનુસંગિક દસ્તાવેજ pdf ફાઈલ બનાવી અને [email protected] પર ઈમેઈલ કરી દેવાનો છે.  તેમાંથી સરકાર પક્ષને નોટીસ થઈ જશે કોર્ટ તરફથી અને સરકારી વકીલ અને સોગંદનામા સાથે હાજર રહેવાની તારીખ નક્કી થશે.  આ તારીખે વિડીયો કોન્ફરન્સથી દલીલ થશે. આ દલીલનો જે ચુકાદો ઓર્ડર કે જજમેન્ટ હશે તે વિડીયો કોન્ફરન્સથી જાણ કરી દેવામાં આવશે.  

આ આખી પ્રથા ઓનલાઈન છે.  કોઈ એ રૂબરુ જવાની જરૂર નથી.  આ એક સુંદર આયોજન સરકાર અને ત્યાર બાદ જે કોઈ પણ કોર્ટના આદેશને લઈને કરવામાં આવ્યું છે.  જે લોકો જેલમાં હોય તેના માટે સુખદ રૂપ કાર્યવાહી થઈ શકશે.

 

Share This Article