પાટણમાં ધોરણ 10નું મધ્યસ્થ મૂલ્યાંકન શરૂ, શિક્ષકો માટે સેલ્ફ સેનેટાઇઝર મુકવામાં આવ્યા

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારી વચ્ચે પાટણ શહરની વિવિધ શાળાઓમાં ધોરણ 10નું મધ્યસ્થ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. ત્યારે પાટણ એન.જી.એસ કેમ્પસ ખાતે આવેલા એક્સપરિમેન્ટ હાઈસ્કૂલમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મધ્યસ્થ મૂલ્યાંકનમાં પાટણ જિલ્લા માંથી પેપર જોવા આવતા શિક્ષકો માટે રોટરી કલ્બ ઓફ પાટણ દ્વારા સેલ્ફ સેનેટાઇઝર મુકવામાં આવ્યું હતું. અને કેમ્પસમાં આવતા તમામ શિક્ષકો આ સેલ્ફ સેનેટાઇઝરનો લાભ લીધો હતો. તેમજ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા હાઈસ્કૂલના આચાર્ય ધનરાજ ઠકકરે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન વધારવામાં આવ્યું છે. તેમજ સરકાર દ્વારા અનેક વ્યવસાયને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે પાટણ એન.જી.એસ કેમ્પસ ખાતે આવેલા એક્સપરિમેન્ટ હાઈસ્કૂલમાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મધ્યસ્થ મૂલ્યાંકનમાં પાટણ જિલ્લા માંથી પેપર જોવા આવતા શિક્ષકો માટે રોટરી કલ્બ ઓફ પાટણ દ્વારા સેલ્ફ સેનેટાઇઝર મુકવામાં આવ્યું હતું.

Share This Article