રાધનપુરમાં માર્કેટયાર્ડ શરૂ, માર્કેટયાર્ડમાં 80 જેટલા ખેડૂતો આવ્યા

admin
1 Min Read

લોકડાઉનના 26 દીવસ બાદ સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડ શરૂ થયા છે. ત્યારે રાધનપુર માર્કેટયાર્ડ પણ શરુ થયુ છે. અને રાજ્ય સરકારે સુરક્ષાની શરતો સાથે માર્કેટયાર્ડ શરુ કરવાની મંજૂરી આપી છે. ત્યારે રાધનપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના ઘઉં સાથે પહોંચ્યા હતા.

જ્યાં માર્કેટયાર્ડ આગળ કોરોનાના લક્ષણોની તપાસ માટે ટેમ્પરેચર ગન દ્વારા તાપમાનની ચકાસણી કરીને જ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રવેશ આપવામાં આવી  રહ્યો છે અને  માર્કટયાર્ડની અંદર પણ સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો માસ્ક અને રૂમાલનો ફરજીયાત ઉપયોગ કરે એવી અપીલ કરવામાં આવી હતી. અને આજે માર્કેટયાર્ડમાં 80  જેટલા ખેડૂતો આવ્યા હતા. અને પ્રથમ દિવસે જ 670 ઘઉંની બોરીની આવક થવા પામી હતી. તેવામાં રૂપિયા 313થી 414 સુધી ભાવ રહેવા પામ્યો હતો.

Share This Article