મોડાસા: ધોરણ 10ની વિધાર્થીનીનું એકાએક મોત

admin
1 Min Read

મોડાસાની જે.બી.શાહ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિદ્યાર્થીનીને શાળામાં અચાનક ચક્કર આવતા વિદ્યાર્થિની પટકાતા મોત નીપજ્યું હતું.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મોડાસાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી, ચેતનકુમાર કનૈયાલાલ શાહની 15 વર્ષની દીકરી જે.બી.શાહ શાળામાં અભ્યાસ કરતી હતી. મંગળવારે તે શાળાથી ઘરે આવી રહી હતી ત્યારે જ તેને ચક્કર આવ્યાં હતાં. જે બાદ તે નીચે પટકાઇ હતી. તેની સાથેની અન્ય વિદ્યાર્થિનીઓએ પરિવારને જાણ કરી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે તેને હોસ્પિટલ લઇ ગયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
અચાનક વ્હાલસોયી દીકરીની મોત નીપજતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું. હોસ્પિટલમાં જ આક્રંદનાં દ્રશ્યો સર્જાયા હતા. માતા પિતાના જણાવ્યા અનુસાર તેમની દીકરીને એક દિવસ પહેલા જ તાવ આવ્યો હતો જેના કારણે તેને ચક્કર આવ્યા હોઈ શકે છે.

Share This Article