અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન

admin
1 Min Read

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ જામ્યું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે શામળાજીમાં ધીમે ધારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે પાલનપુર આબુરોડ હાઈવે પર પાણી ભરાયા હતા. ઢીંચણ સમા પાણી ભરાવાના પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ભીલોડા અને મોડાસા પંથકમાં 24 કલાક દરમિયાન 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જે બાદ નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વાત્રક ડેમમાં પાણીની આવક વધી છે.. જેના કારણે વાત્રક ડેમમાં જળસપાટી 128.47 મીટર પહોંચી છે.

Share This Article