માલપુરમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ

admin
1 Min Read

રાજ્યમાં ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ગુરુવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સવારે 6.00થી સાંજે 6.00 કલાક સુધીમાં જિલ્લાના મોડાસામાં ૩ ઇંચ, ભિલોડામાં ૨.૫ ઇંચ, માલપુર અને મેઘરજમાં બે ઇંચ, બાયડ અને ધનસુરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે માલપુરમાં માત્ર અડધા કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે બજારોમાં પાણી વહેતા થયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઈસરોલ, જીવણપૂર અને સરડોઇ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જણાવી દઈએ કે ગ્રામ્ય વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Share This Article