કુલપતિ જે.જે વોરાના અધ્યક્ષતામાં ઓનલાઈન વિડિયો કોંફરન્સ બેઠક યોજાઇ

admin
1 Min Read

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજરોજ કુલપતિ જે.જે વોરાના અધ્યક્ષતામાં ઓનલાઈન વિડિયો કોંફરન્સના માધ્યમથી એકેડમિની બેઠકનું આયોજન વહીવટી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં આગામી નવીન સત્ર તેમજ નવા અભ્યાસક્રમની ચર્ચાઓ કરવામાં આવી હતી.

તેમજ વિષયમાં નવીન અભ્યાસક્રમ ઉમેરવા ચર્ચાઓ કરવામાં આવી હતી અને અભ્યાસક્રમોને મંજુરી આપવામાં આવી હતી.  તો હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોઇ યુનિવર્સિટી દ્વારા એકેડમિની વિડિઓ કોંફરન્સ દ્વારા આજની બેઠક મળી હતી. મહત્વનુ છે કે, હાલ લોકડાઉનને લઈને સમગ્ર ભારતમાં બધુ બંધ છે. ત્યારે શિક્ષણને લઈને પણ અનેક સંસ્થાઓ વિધ્યાર્થીઓના ભવિષ્યને લઈને આગળ આવી રહી છે. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજરોજ કુલપતિ જે.જે વોરાના અધ્યક્ષતામાં ઓનલાઈન વિડિયો કોંફરન્સના માધ્યમથી એકેડમિની બેઠકનું આયોજન વહીવટી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.

Share This Article