જિલ્લામાં પત્રકારો સાથે અભદ્ર વર્તન

admin
1 Min Read

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. અને સમગ્ર ભારતભરમાં હાલમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે .ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા પણ પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરી રહ્યું છે. અને લોકોને ઘેર બેઠા બેઠા પળે પળના સાચા સમાચાર પહોંચાડી જન જાગૃતિનું કાર્ય કરે છે.  પરંતુ ઘણી જગ્યાઓએ મીડિયાકર્મીઓ સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવતું હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે.

રાજ્યના ડીજીપી દ્વારા તમામ જિલ્લાના કમિશનર અને જિલ્લા પોલીસવડાને આદેશ કરી મીડિયાકર્મીઓને હેરાન ના કરવા પણ પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પાટણ શહેરમાં છાછવારે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયાકર્મીઓને રોકવામાં આવી રહ્યા છે. અને કાયદા બતાવવામાં આવે છે.  ત્યારે બીજી તરફ પોલીસકર્મીઓ જ બાઇક ઉપર ડબલ સવારી અને સોસિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જાહેર માર્ગો ઉપર ફરતા હોય છે. ત્યારે કાયદા કાનૂન માત્ર આમ જનતા અને મીડિયાકર્મીઓ માટે જ છે અને શુ પોલીસકર્મીઓ કાયદાથી ઉપર છે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમજ પાટણમાં પત્રકારો સાથે વારંવાર થતા અભદ્ર વર્તનને લઈને પત્રકારોમાં રોષ જોવા મળ્યો છે.

Share This Article