પાટણમાં એક મકાનમાં લાગી આગ,ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી

admin
1 Min Read

હાલ દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં પાટણમાં આગની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારની એક સોસાયટીના રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી.

આપને જણાવી દઈએ કે, શહેરની બી.એમ. હાઇસ્કુલની બાજુમાં આવેલી દત્તાત્રેય સોસાયટીમાં પ્રથમ માળે રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં ગેસના બાટલામાં અગમ્ય કારણોસર આગ લાગતા અંધાધુધી મચી જવા પામી હતી.

તેમજ જોતજોતામાં આગ ભભૂકતા દંપતી ઘભરાઈને નીચે દોડી આવ્યું હતું અને ઘટનાને લઈ સ્થાનિકોની ભીડ જમા થઇ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમા લીધી હતી અને ઘટનામાં ઘરમાં રહેલુ ફ્રિજ બળીને ખાક થઈ જવા પામ્યું હતું.

Share This Article