સાબરકાંઠામાં શ્રમિકો વતન જવા રવાના થયા, શ્રમિકોએ પોતાના પૈસાથી ટ્રેનનું ભાડું ચુકવ્યું

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ આંતક મચાવ્યો છે. ત્યારે આ લોકડાઉન દરમિયાન અન્ય શહેરોમાં ધંધા કરવા માટે આવેલા મજુરો ફસાઈ ગયા હતા. તે તમામ પરપ્રાંતિઓને સરકાર દ્વારા પોતાના વતન તરફ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં સાબરકાંઠા જીલ્લામાં વસતા યુ.પી અને બિહારનાં  લોકો  પોતાના વતન જવા માટે રવાના થયા હતા.

તેમને હિમતનગર બસ સ્ટેશનમાંથી બસો ભરીને ૪૦૦ થી વધુ શ્રમિકો હિમતનગરથી બસ દ્વારા મહેસાણા જશે અને મહેસાણાથી તેઓ ટ્રેનમાં પોતાના વતન તરફ રવાના થશે. ત્યારે બસોમાં જતા સમયે તેમને વિદાય આપવા માટે પણ લોકો હાજર રહ્યા હતા. મહત્વનું એ છે કે, શ્રમિકો પોતાના ગાંઠના ભાડે વતન તરફ જઈ રહ્યા હતા. આમ છતાં ભાજપના ધારાસભ્ય સહિત અગ્રણીઓ ત્યાં જશ ખાટવા પહોચી ગયા હતા.

Share This Article