ખેડબ્રહ્મામાં કોરોનાનો એક કેસ આવ્યો, તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધારે હોય તે વિસ્તારને સીલ કરવામાં આવે છે. તેવામાં સાબરકાંઠાનાં ખેડબ્રહ્મામાં કન્ટેનમેન્ટ એરીયામાં ફુલ બંદોબસ્ત સાથે સરકારી અધિકારીઓ ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં એક કેસ કોરોના પોઝીટીવ આવતા આખા વિસ્તારને કન્ટેનમેન્ટ કરી બ્લોક કરવામાં આવ્યો હતો.

સ્ટેટ હાઇવેથી લક્ષ્મીપુરા ચાર રસ્તાથી કૉલેજ રોડ, ચાંપલપુર પંચશીલ વિસ્તારમાં ઈન્દીરાનગર અને આવકાર સોસાયટીની પાછળની લાઈન ચાંપલપુરથી ગોતા ગામ જતો રોડ બંધ કરવામાં આવ્યો હતો અને પટેલ સોસાયટીના પાછળથી ઈન્દીરાનગરનો તથા ચાંપલપુરનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

જ્યારે અવર – જવર માટે ફકત ને ફકત એક જ રસ્તો છે, જે સ્વામિનારાયણ મંદિરની બાજુના રસ્તાનો ઉપયોગ ઈમરજન્સી હોય તો કરી શકાય છે. તેમજ તમામ વિસ્તારમાં બે દિવસ માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

Share This Article