કઠલાલના પવિત્ર ધામ ફાગવેલ ભાથીજી મહારાજ દેવસ્થાનની પવિત્ર માટી અને જળ રામ મંદિર માટે મોકલાઈ

admin
2 Min Read

ભગવાન રામલલ્લા અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ઐતિહાસિક ચુકાદા બાદ નિર્માણ કાર્ય માટે આયોજન પુર ઝડપે આગળ વધી રહ્યું છે, માટે આખા ભારતવર્ષમાંથી પવિત્ર નદીઓનું જળ,અને પવિત્ર દેવસ્થાનની માટી અલગ-અલગ રાજ્યના પવિત્ર સ્થાનોમાંથી એકત્ર કરવાનું કાર્ય થઈ રહ્યું છે..

આજ રોજ કઠલાલ તાલુકાના પવિત્ર યાત્રાધામ ફાગવેલ ભાથીજી મહારાજ દેવસ્થાન ની પવિત્ર માટી અને જળ દેવસ્થાન ના ટ્રસ્ટી અભેસિંહ રાઠોડ અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરી વિશ્ચ હિન્દુ પરિષદ કપડવંજ જીલ્લા. કઠલાલ કપડવંજ પ્રખંડ ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના દીલીપ ભાઈ પંચાલ તેમજ હાલના મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને જળ,માટી ના કળશ સુપ્રદ કર્યા.

એમની સાથે સંઘના કઠલાલ તાલુકા કાર્યવાહ દીનેશભાઈ ડાભી. સંધ કાર્યકરતા ની ઉપસ્થિતિ માં વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ ના જિલ્લા મંત્રી  મનોજભાઈ ઠક્કર. જીલ્લા ઉપાધ્યક્ષ ભવાનસિંહ ઝાલા તથા જીલ્લા અધ્યક્ષ. દીલીપ ભાઈ મિસ્ત્રી અને ફાગવેલ જીલ્લા સદસ્ય. પ્રવીણ સિંહ રાઠોડ તેમજ અનારા જીલ્લા સદસ્ય જીતુભાઈ ચૌહાણ કઠલાલ સંગઠન મંત્રી. લખન સિંહ ડાભી તથા મોટી મુડેલ મુડેલ સરપંચ. દીપકસિંહ ડાભી વિશ્ચહિન્દુ પરિષદ કઠલાલ. અર્પિત ગોર. ધર્મ પ્રસાર મંત્રી દીલીપ સિંહ ડાભી. જયદેવ સિંહ ડાભી. કાર્યકર્તા ને પૂજન કરેલ

જળ-માટી કળશ સુપ્રદ કર્યો,જે એમના સંકલનથી અયોધ્યા પહોંચશે.

રામ મંદિર નિર્માણ કાર્ય માં ભૂમિ-પૂજન વખતે દેશભરમાંથી આવેલ પવિત્ર માટી-જળ કળશ નો ઉપીયોગ કરી ભૂમિપૂજન પૂર્ણ થશે

રીપોર્ટર – મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

Share This Article